સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સહયોગથી જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન - સુરેન્દ્રનગર દ્વારા શ્રી સી. યુ. શાહ ક્લબ એન્ડ સ્પોર્ટ્સ એકેડમી ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે "સપર્પણ ટ્રોફી 2025"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટની આજે સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાની અધ્યક્ષતામાં ભવ્ય પુર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના સભ્યો, ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી રુદ્રસિંહજી ઝાલા સહિત અનેક મહાનુભાવો તેમજ ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ટૂર્નામેન્ટ દ્વારા વરિષ્ઠ નાગરિકોમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ અને સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહન મળ્યું છે.


