સાયલા પોલીસની મોટી કાર્યવાહી: કેમિકલ-ડીઝલ ચોરીના રેકેટનો મુખ્ય સૂત્રધાર રવિરાજ પટગીર વિદેશી દારૂ સાથે ઝડપાયો

0
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નેશનલ હાઈવે પર આવેલી રવિરાજ હોટલ ખાતેથી પોલીસે કેમિકલ અને ડીઝલ ચોરીના મસમોટા રેકેટના મુખ્ય સૂત્રધાર રવિરાજ ભુપતભાઇ પટગીરને ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ સાથે પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા (IPS) પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસે આ સફળ કામગીરી પાર પાડી છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા હાઈવે પર થતી ડીઝલ, કેમિકલ, સળિયા અને ગેસ ચોરી જેવી સમાજ વિરોધી પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતા. આ દરમિયાન સાયલા ઇન્ચાર્જ પી.આઈ. ડી.ડી. ચુડાસમા અને તેમની ટીમે બાતમીના આધારે સાયલા-ગોસળ ગામના બોર્ડ પાસે આવેલી રવિરાજ હોટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન હોટલના માલિક રવિરાજ ભુપતભાઇ પટગીર (ઉં.વ. ૩૬) હાજર મળી આવ્યા હતા. તેમની અંગઝડતી લેતા પેન્ટના ખિસ્સામાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં વેચાણ માટેની ‘ઓફસ્મીથ ઇન્ટરનેશનલ બ્લેન્ડ વ્હીસ્કી’નું સીલબંધ ચપલું મળી આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે ઝડપાયેલ આરોપી રવિરાજ પટગીર માત્ર દારૂ જ નહીં પણ ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. પોલીસ રેકોર્ડ મુજબ તેના પર અગાઉ કેમિકલ અને ડીઝલ ચોરી: સાયલા અને દહેજ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિયમ પેદાશોની ચોરીના મોટા કેસો, ગંભીર ગુનાઓ: અપહરણ (IPC ૩૬૪), હથિયાર ધારો (આર્મ્સ એક્ટ), રાયોટિંગ અને મારપીટ જેવા કુલ ૮ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
ત્યારે આ કામગીરી બાદ પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, હાઈવે પરની હોટલોમાં જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ જેવી કે ચોરી કે દારૂ-જુગાર ચાલતો જણાશે, તો પોલીસ માત્ર ધરપકડ જ નહીં પરંતુ હોટલના ગેરકાયદે બાંધકામો પર ડિમોલિશન (બુલડોઝર) ફેરવવાની કાર્યવાહી પણ કરશે તેેમ સુત્રો જણાવી રહયા છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top