ચોટીલા નેશનલ હાઈવે જમીન સંપાદનની કામગીરી હેઠળ તા.18/12/2025ના રોજ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચોટીલા બાયપાસમાં ચાણપા ગામના સર્વે નંબર 23 અને 24 વાળી જમીન સંપાદનમાં કપાત થતી હોવાથી સરકાર દ્વારા નિયત કરેલ વળતરની ચુકવણી કરવામાં આવી છે.
સક્ષમ સત્તાધિકારી જમીન સંપાદન અને નાયબ કલેકટર પ્રાંત-ચોટીલા દ્વારા આખરી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ચાણપા ગામના બે ખેડૂત ખાતેદારોને વળતરની રકમ પેટે કુલ રૂપિયા 6,56,091 ના ચેક સુપરત કરવામાં આવ્યા હતા.
ત્યારે વળતરની વિગતવાર માહિતી મુજબ જીલુભાઈ સુરીગભાઈ ખાચરને: રૂ. 4,59,337, ચાપરાજભાઈ બાવકુભાઈ ખાચરને: રૂ. 1,96,754 વળતરની રકમનો આખરી એવોર્ડ જાહેર કરી સક્ષમ અધિકારી દ્વારા બંને ખેડૂતોને સ્થળ પર જ ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે નેશનલ હાઈવેના બાયપાસની કામગીરીમાં આ સંપાદનથી હવે આગળની પ્રક્રિયાને વેગ મળશે. ખેડૂતોએ પણ વળતર સ્વીકારી પ્રોજેક્ટમાં સહકાર આપ્યો હતો.



