સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ૨૦મી ડિસેમ્બરે યોજાશે જિલ્લા કક્ષાની ‘કુકિંગ કોમ્પિટિશન’:તાલુકા કક્ષાના વિજેતાઓ બતાવશે રસોઈ કળાનું કૌશલ્ય

0
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક રસોઈ કળાને પ્રોત્સાહન આપવા અને પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે તા.૨૦/૧૨/૨૦૨૫, શનિવારના રોજ જિલ્લા કક્ષાની "કુકિંગ કોમ્પિટિશન ૨૦૨૫-૨૬"નું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાલુકા કક્ષાની કુકિંગ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો હવે જિલ્લા કક્ષાએ પોતાની રસોઈ કળા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. આ સ્પર્ધાના માધ્યમથી સ્થાનિક સ્તરે રસોઈ ક્ષેત્રે રહેલી પ્રતિભાઓને એક સબળ મંચ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન પે. સે. શાળા નં. ૧૨, જીનતાન રોડ, પ્રતિક ટાવરની સામે, ભારતપરા, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. સ્પર્ધાની શરૂઆત બપોરે ૧૨:૦૦ કલાકે થશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
પી.એમ. પોષણ યોજના હેઠળ યોજાનારી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ રસોઈ કળા દ્વારા પૌષ્ટિક આહારના મહત્વને સમજાવવાનો અને રસોઈ ક્ષેત્રે જોડાયેલા લોકોના ઉત્સાહમાં વધારો કરવાનો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top