સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.જે. જાડેજાની સૂચના મુજબ એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમોએ જિલ્લામાં ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પો.સ.ઇ. જે.વાય. પઠાણને મળેલી ચોક્કસ બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના હીરાણા ગામે એક આરોપીના કબજા ભોગવટાના મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં પોલીસે મકાનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો જેમાં ૭૫૦ એમ.એલ.ની
વિદેશી દારૂની બોટલ નંગ ૬૪૮, જેની કિંમત રૂ. ૮,૯૭,૬૦૦, બીયર ટીન નંગ ૧૧૦૪, જેની કિંમત રૂ. ૨,૪૨,૮૮૦ આમ કુલ મળીને રૂ. ૧૧,૪૦,૪૮૦ ની કિંમતનો પ્રોહીબિશનનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા મુદ્દામાલના સંદર્ભે આરોપીઓ વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
આ દરોડામાં આરોપીઓમા ચેતનભાઇ પ્રેમજીભાઈ કણોતરા (રહે. મોરથળા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર), રોહીતભાઇ ખોડાભાઇ પરમાર (રહે. હીરાણા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર), ખીમાભાઇ ભિખાભાઇ પરમાર (રહે. હીરાણા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર) સહિતનાઓને પકડવાના બાકી હોવાનુ પોલીસ સુત્રો પાસેથી મળતી મળી હતી.
આ દરોડામાં સફળ કામગીરીમાં એલ.સી.બી. ટીમના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, તથા સ્ટાફના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ કોલા, દેવરાજભાઇ જોગરાજીયા, પો.કોન્સ. વજાભાઇ સાનીયા, મેહુલભાઇ મકવાણા, વિક્રમભાઇ બાવળીયા, વિજયસિંહ રાઓલ અને પ્રધ્યુમનસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.



