સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેક્શનના અનુસંધાને આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખડેલુ, અને ડીવાયએસપી વિશાલ રબારીએ સાયલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ પોલીસ સ્ટેશનની ક્રાઇમની વધ-ઘટ, રેકર્ડ વર્ગીકરણ અન્ય કામગીરીની સઘન સમીક્ષા કરી હતી અને સુધારા અર્થે જરૂરી સૂચનો આપ્યા હતા.
આઈજી યાદવે ખાસ કરીને સાયલા પોલીસ સ્ટેશનના પરિસરમાં રહેલા અકસ્માતગ્રસ્ત તેમજ ગુનામાં ઝડપાયેલા વાહનોની વ્યવસ્થા અને સ્વચ્છતા બાબતે સૂચનો આપીને સાયલા પોલીસની સારી કામગીરીનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
આ ઉપરાંત તેમણે નેશનલ હાઈવેથી પસાર થતાં વાહનોની ચેકિંગ અને ટ્રાફિક સંબંધિત કામગીરી બાબતે પોલીસ પૂછપરછ કરી અને કરેલી કાર્યવાહીની તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ આઈજીએ પોલીસના ક્વાર્ટરની મુલાકાત લઈને વૃક્ષારોપણ કર્યું તેમણે પોલીસના પરિવારજનોની મુલાકાત લઈને તેમની સમસ્યા અને મુશ્કેલી બાબત જાણી હતી. પોલીસ ક્વાર્ટરના પરિસરમાં રમતગમતના સાધનો સહિત બાળકોમાં કૌશલ્યતા વધે તેવા સાધનો બાબતે પણ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
જ્યારે આ વિસ્તારમાં ગુનાખોરી ડામવા સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં નેશનલ હાઈવે ઉપરની હોટલો, રેસ્ટોરન્ટમાં સીસીટીવી કેમેરાનો અમલવારી થાય તેવા સૂચનો પણ આપવામાં આવ્યા હતા.





