ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ અને 'સુશાસન દિવસ'ની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા દ્વારા "સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. "ફિટ યુથ ફોર વિકસિત ભારત" ના સંકલ્પ સાથે યોજાઈ રહેલા આ મહોત્સવ દ્વારા જિલ્લાના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક સબળ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
આ ખેલ મહોત્સવ તા. ૨૪ અને ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ એમ.પી. શાહ કોમર્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે યોજાનાર છે. કાર્યક્રમનો પ્રારંભ સાંજે ૬:૦૦ કલાકે કરવામાં આવશે. ઓપન ફોર ઓલ ભાઈ/બહેનો માટે આયોજિત આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસ્સાખેંચ જેવી વિવિધ રમતગમતોનું આયોજન કરી યુવા શક્તિને પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓ સુધી રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરવાનો છે.
આ પ્રસંગે જિલ્લાના રમતપ્રેમીઓ અને મહાનુભાવોને ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

