સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સૂચના અને ઇન્ચાર્જ એસ.પી. શ્રી વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં એસ.ઓ.જી. (SOG) ટીમને મોટી સફળતા મળી છે. આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શરીર સંબંધી બે ગંભીર ગુનાઓમાં છેલ્લા સમયથી નાસતા-ફરતા આરોપી જીતેન્દ્રભાઇ હરિભાઇ મારાજને એસ.ઓ.જી.ની ટીમે થાનગઢ ખાતેથી ઝડપી પાડ્યો છે.આ અંગે જાણવા મળતી વિગત એસ.ઓ.જી.ના પીએસઆઈ આર.જે. ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં BNS કલમ ૧૧૮(૧), ૩૫૧(૩), ૩૫૨ હેઠળ નોંધાયેલા બે અલગ-અલગ ગુનાઓનો આરોપી જીતેન્દ્રભાઇ મારાજ હાલ સુરેન્દ્રનગરના થાનગઢના હિટરનગર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે ટીમે દરોડો પાડી આરોપીને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના ગુનાની કબૂલાત કરી હતી. હાલમાં આ આરોપીને આગળની કાર્યવાહી માટે થાનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.


