ચોટીલા સબ ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર કોલસા ખનન સામે નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર કોલસાના કૂવાઓ (ખાડાઓ) ને જપ્ત કર્યા બાદ, તારીખ ૦૫/૧૨/૨૦૨૫ થી તેનું બુરાણ (પૂરી દેવાની) કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે, જેનો આજે (૦૭/૧૨/૨૦૨૫) ત્રીજો દિવસ છે.નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની ટીમે ગત તારીખ ૦૩/૧૨/૨૦૨૫ ના રોજ મુળી તાલુકાના ભેટ ગામના સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીનમાં ઓચિંતો દરોડો પાડી, ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાના અનેક કૂવાઓ (ખાડાઓ) શોધી કાઢ્યા હતા, જે જમીન માફિયાઓ દ્વારા કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા હતા.
આ કૂવાઓથી થતા ગંભીર જોખમો અને ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે, જપ્ત કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓનું બુરાણ કરવાની કાર્યવાહી તારીખ ૦૫/૧૨/૨૦૨૫ ના રોજ વહેલી સવારથી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે બે (૨) લોડર મશીન ની મદદ લેવામાં આવી હતી.તા.૦૭/૧૨/૨૦૨૫ ના રોજ બુરાણ કામગીરીના ત્રીજા દિવસે, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની દેખરેખ હેઠળ અત્યાર સુધીમાં ૧૭ (સત્તર) ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી તમામ બાકી રહેલા કોલસાના કૂવાનું બુરાણ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્રની આ સખત કાર્યવાહીથી જમીન માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.