કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫ના ઐતિહાસિક 'મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેંટી એકટ' (MGNREGA) ને બદલીને નવા 'VB-GRAM G' (વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન - ગ્રામીણ) વિધેયક લાવવાના વિરોધમાં આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમાવો જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રધાનમંત્રીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું.
આ અંંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, MGNREGA એ માત્ર એક યોજના નથી પરંતુ ગ્રામીણ ગરીબો માટે 'રોજગારનો અધિકાર' છે. આ કાયદામાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું એ પૂજ્ય બાપુનું ઘોર અપમાન છે. ભાજપ સરકાર ગાંધીજીના વિચારો અને તેમના વારસાને ભૂંસવાનો પ્રયાસ કરી રહી છે, જે દેશની જનતા ક્યારેય સહન કરશે નહીં.
નવા વિધેયકની જોગવાઈઓ સામે સવાલો વેદનપત્રમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો ૧. રોજગારની ગેરંટી: મૂળ કાયદામાં ૧૦૦ દિવસની મક્કમ ગેરંટી છે, જ્યારે નવું બિલ આ સુરક્ષાને નબળી પાડી રહ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. ૨. ચોમાસામાં કામ પર રોક: નવા બિલમાં ખેતીની સીઝન દરમિયાન ૬૦ દિવસ કામ બંધ રાખવાની જોગવાઈ છે, જે ગરીબ મજૂરો માટે આર્થિક સંકટ ઊભું કરી શકે છે. ૩. રાજ્યો પર બોજ: નવા માળખામાં કેન્દ્ર સરકારનો હિસ્સો ઘટાડી રાજ્યો પર વધુ નાણાકીય બોજ
આ વિષય પર વધુ સમજણ માટે નીચે મુજબની વિગતો જોઈ શકાય છે.


