સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા 2025માં સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળાનું નામકરણ કરવા માટે શહેરીજનો પાસેથી નામોના સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ અંતર્ગત વઢવાણ લોકમેળા માટે અંદાજે 26 નામો અને સુરેન્દ્રનગર શહેરના લોકમેળા માટે અંદાજે 70 નામો પ્રાપ્ત થયા હતા.
આ નામોમાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ પરમાર હરદીપસિંહ નરેન્દ્રસિંહ દ્વારા સૂચવેલ "ધરોહર લોકમેળો 2025" (વઢવાણ લોકમેળા માટે) અને જીતેન્દ્રસિંહ ગોપાલસિંહ રાણા દ્વારા સૂચવેલ "વિરાસત લોકમેળો 2025" (સુરેન્દ્રનગર શહેરના લોકમેળા માટે) નામોની પસંદગી કરી છે.
આ અનુસંધાને, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શ્રી એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે યોજાનાર મેળાને "વિરાસત લોકમેળો 2025" અને વઢવાણ મેળાના મેદાન ખાતે યોજાનાર મેળાને "ધરોહર લોકમેળો 2025" નામ આપવામાં આવ્યું છે.


