સુરેન્દ્રનગર તાલુકાને સ્પર્શતા પ્રશ્નોના નિવારણ હેતુ “ફરિયાદ નિવારણ” કાર્યક્રમ અન્વયે ઓગસ્ટ માસમાં તા.૨૬.૦૮.૨૦૨૫, મંગળવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી, સુરેન્દ્રનગર શહેર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે.
આ ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તા.૧૦.૦.૨૦૨૫ સુધીમાં swagat.gujarat.gov.in/cmog વેબસાઈટ પર સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજીઓ "ફરિયાદ નિવારણ કાર્યક્રમ"માં સમાવિષ્ટ કરવામાં આવશે નહી.
અરજદારે ઓનલાઈન અરજી કરી હોય તે તમામ આધારોની પીડીએફ ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાની રહેશે. અલગ-અલગ વિષય દર્શાવતાં પ્રશ્નો માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. એક અરજદાર વધુમાં વધુ બે પ્રશ્નો જ રજૂ કરી શકાશે. બે કરતા વધુ પ્રશ્નો રજૂ થશે તો તેવા પ્રસંગે ફકત પ્રથમ રજૂ થયેલા બે પ્રશ્નો જ માન્ય ગણાશે. સરકારી કર્મચારીઓની સેવા વિષયક બાબતને લગતા પ્રશ્નો અને કોર્ટ મેટર કે અપીલ/વિવાદ હેઠળના પ્રશ્નોનો કે બેન્કિંગ અંગેના પ્રશ્નો કે ભૂકંપને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે નહીં.
વધુમાં, તારીખ વિત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી એક કરતાં વધુ શાખાના પ્રશ્નો હોય તેવી, સુવાચ્યઓ ન હોય તેવી, નામ, સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરિક તકરાર, સેવાને લગતી અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. જેની અરજદારોને નોંધ લેવા સુરેન્દ્રનગર શહેર મામલતદાર શ્રી એમ. બી. દવેની યાદીમાં જણાવાયું છે.


