સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નાબૂદ કરવાના પ્રયાસોમાં, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યા (IPS) ના માર્ગદર્શન હેઠળ, LCB ટીમે ખાનગી બાતમીના આધારે બજાણા પોલીસ સ્ટેશન હદના ખેરવા ગામની સીમમાં કાર્યવાહી કરી હતી.
નાગડકાથી ખેરવા જતા રસ્તા પરના શીતળામાતાના મંદિર પાસે, પોલીસે ઇનોવા કાર (રજી. નં. GJ-13-N-1145) ને અટકાવી તપાસ કરતા, તેમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 3072 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 10,75,200 થાય છે. આ ઉપરાંત, રૂ. 5,00,000/- ની કિંમતની ઇનોવા કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડામાં કુલ રૂ. 15,75,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જોકે, આરોપી અકીલખાન ઉર્ફે સોનુ અસરફખાન પઠાણ, રહે. ધ્રાંગધ્રા, ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એલ.સી.બી.ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા પો.સબ.ઇન્સ જે.વાય પઠાણ તથા સ્ટાફના પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ તથા પો કોન્સ પ્રતાપસિંહ સુરસંગભા રાઠોડ તથા પેરોલ ફર્લો સ્કોડના પો હેડ કોન્સ. દશરથભાઇ ઘાંઘર તથા હેડ કોન્સ. ભૂપતસિહ જોરૂભા તથા પો.કોન્સ સંજયભાઇ પાઠક, પો.કોન્સ યુવરાજસિહ સોલંકી તથા ડ્રા.પો.કોન્સ વિક્રમભાઇ બાવળીયા એરીતેની ટીમ દ્રારા પ્રોહીબીશનનો કેશ શોધી કાઢવામાં આવેલ છે.



