સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલી ટીડાણા ગ્રામ પંચાયતની તાજેતરમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સાથે ગામના વિવિધ વિકાસ કાર્યો અને આગામી યોજનાઓ વિશે વિસ્તૃત જિલ્લા વિકાસ અધિકારીએ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
વધુમાં ગામમાં ચાલી રહેલા વિકાસના પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ અને શિક્ષણ-આરોગ્ય સંબંધિત સુવિધાઓ અંગે પંચાયતના પ્રતિનિધિઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી.
ચર્ચા બાદ જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકે તલાટી કમ મંત્રીને ગામના વિકાસ કાર્યોમાં વધુ ઝડપ લાવવા, યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને વહીવટી પારદર્શિતા જાળવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારેજિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ પંચાયત સ્તરે થતા કાર્યોને પ્રોત્સાહન આપીને અને ગામના સર્વાંગી વિકાસને વેગ આપવાનો હતો.



