નિવાસી શાળાની સુવિધાઓ અને ભૌતિક માળખાનું નિરીક્ષણ કરી, વિદ્યાર્થીઓ સાથે વાત્સલ્યપૂર્ણ સંવાદ સાધ્યો:મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખમીસણા ખાતે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળાની સ્નેહસભર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ નિવાસી શાળામાં અભ્યાસ કરતા બાળકોને મળતી સુવિધાઓ અને તેમના રહેણીકરણી વિશે વાત્સલ્યપૂર્ણ જાણકારી મેળવી હતી. તેમજ શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું પણ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. મંત્રીશ્રીએ વાત્સલ્યપૂર્ણ ભાવ સાથે બાળકોની સુખાકારી વિશેની જાણકારી મેળવી હતી.
મંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉમળકાભેર સંવાદ સાધીને તેમને રહેવા, જમવાની સગવડતા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે વિગતવાર પૃચ્છા કરી હતી. તેમણે શાળાના આચાર્યશ્રીને બાળકોની પસંદગી મુજબનું અને પોષણયુક્ત આહાર પીરસવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, સરકારી યોજનાઓ અંતર્ગત અપાતા આહારની ગુણવત્તા જાળવી રાખવા અંગે પણ તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. આ પ્રસંગે બાળકોએ પરંપરાગત નૃત્ય રજૂ કરીને મંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે ઉમળકાભેર સંવાદ કર્યો હતો અને તેમને રહેવા, જમવાની સગવડતા તથા અન્ય સુવિધાઓ વિશે વાત્સલ્યભાવ સાથે પૃચ્છા કરી હતી. તેમણે શાળાના આચાર્યશ્રીને બાળકોની પસંદગી મુજબનું ભોજન પીરસવા ભારપૂર્વક જણાવ્યું હતું. વધુમાં, સરકારી યોજનાઓ અંતર્ગત બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર અંગેની વિગતવાર જાણકારી મેળવીને તેની ગુણવત્તા જાળવી રાખવા સૂચન કર્યું હતું.
મંત્રીશ્રીએ માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવી શકે તેવી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ પણ શીખવવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, તેમણે સરકારના મેદસ્વિતા મુક્ત અભિયાનને આગળ ધપાવતા બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટે નિયમિત રૂપે યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શાળાના બાળકોએ ઉત્સાહભેર પરંપરાગત નૃત્ય રજૂ કરીને મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળાએ જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર શ્રી આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર.એમ.જાલંધરા, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા સહિત સંબધિત વિભાગના અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






