તા.૧૪/૧૨/૨૦૨૫ ને રવિવાર ના રોજ ડાયરેકટોરેટ ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજયની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના અધીકારીઓની તાલીમનું આયોજન કરાયુ હતુ.
સુરેન્દ્રનગર શહેરના પંડીત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે યોજાનાર આ તાલીમમાં ત્રણેય જિલ્લાના સરકારી વિકલશ્રીઓ, મામલતદારશ્રીઓ, સરકારી હોસ્પીટલના તબીબી અધિકારીશ્રીઓ અને પોલીસ અધીકારીશ્રીઓને `નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ડાઇગ ડેકલેરેશન ટોપિક ઉપર તાલીમ આપી અંગે માહિતગાર કર્યા હતા.
સાથે સાથે દરેક વિભાગ એક બીજા ના સંકલન માં રહી કામ કરે તો જિલ્લા માંથી અસામાજિક પ્રવૃતિઓ જડથી નાબૂદ કરી શકીએ તે અંગે ચર્ચા વિચારણા કરી.



