લીમડી,ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા તા.૧૪ ડીસેમ્બર-૨૦૨૫ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામે ખેતરમાં દારૂનું કટિંગ સમયે મોટી પ્રોહિબિશન રેડ કરવામાં આવી હતી. આ રેડમા ૩૪૦૯ આઇએમએફએલ (IMFL) બોટલોનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જેની બજાર કિંમત રૂ.૪૩,૪૯,૭૦૦આંકવામાં આવી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ દરોડામાં દારૂ ઉપરાંત બે વાહનો, બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને આ ઓપરેશનમાં રૂ.૬૩,૫૭,૭૦૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસી પોલીસે આઇએમએફએલ બોટલો નંગ.૩૪૦૯ કિ.રૂ.૪૩,૪૯,૭૦૦, બે વાહનો કિ.રૂ.૨૦,૦૦,૦૦૦, મોબાઇલ નં. ૦૨ કિં.રૂ. ૮,૦૦૦ મળી કુલ રૂ.૬૩, ૫૭,૭૦૦ મુદ્દામાલ કબજે કર્યો હતો. આ રેડ દરમિયાન SMC ટીમે ઘટનાસ્થળેથી કુલદીપ બાબુભાઈ ઝીંઝુવાડિયા અને મિથુન કનૈયાલાલ રોત નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમને વધુ કાર્યવાહી માટે પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
ત્યારે smcની આ રેડમા દારૂ મંગાવનાર મોકલનાર અને હેરાફેરી કરનારા રાહુલ ઉર્ફે ખોરી ચંદુ ઝીંઝુવાડીયા, તનવીર ઝાલા, શૈલેષ ગોપાલ ક્લાસુવા, ભગીરથ ઝાલા, પીન્ટુ સીધા ગોહિલ સહિત તપાસમાં ખુલ્લે તે તમામ ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેની તપાસ પાણશીણા પોલીસ મથકે સોંપાઈ છે.
સમગ્ર રેડ એસએમસીના પીઆઈ આર.કે. કરમટાના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) અને ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩)(૪) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


