ઈ-ચલણના બાકી દંડની વસૂલાત માટેની લોક અદાલતમાં ૧૩૧૨ વાહન માલિકો પાસેથી રૂ. ૯.૬૩ લાખનો દંડ વસૂલાયો

0
સુરેન્દ્રનગર: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈસ્યુ થયેલા ઈ-ચલણના બાકી દંડની વસૂલાત માટે એક વિશેષ પ્રી-લીટીગેશન લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કાનૂની સત્તા મંડળ દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ, અમદાવાદના નેજા હેઠળ, જિલ્લા કાનૂની સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ લોક અદાલત તા. ૧૩/૧૨/૨૦૨૫ના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ન્યાયાલય ખાતે યોજાઈ હતી. ડી.એલ. ઝેઝરીયા, પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર 'નેત્રમ', સુરેન્દ્રનગર દ્વારા આ લોક અદાલતમાં ભાગ લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. 
આ અન્વયે કોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન માલિકોને તેમના સરનામાં પર કોર્ટ નોટિસ તેમજ મેસેજ (SMS) દ્વારા જાણ કરવામાં આવી હતી.
આ સફળ આયોજનના પરિણામે કુલ ૧૩૧૨ વાહન માલિકો દ્વારા બાકી રહેલો ઈ-ચલણ દંડ ભરવામાં આવ્યો હતો. આ લોક અદાલત થકી કુલ રૂ. ૯,૬૩,૦૦૦ના ઈ-ચલણ દંડના નાણાંની સફળતાપૂર્વક વસૂલાત કરવામાં આવી છે. 
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top