સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મોરથળા ગામ ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વિશેષ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તલાટી-કમ-મંત્રી, સરપંચ અને સભ્યોએ સૌપ્રથમ ગ્રામજનો સાથે ખુલ્લો સંવાદ યોજ્યો હતો. આ સંવાદમાં, ગ્રામલોકોએ પાણી, રસ્તા, સફાઈ, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત મૂળભૂત જરૂરીયાતો તેમજ અન્ય પડતર પ્રશ્નો વિશે રજૂઆત કરી હતી. ત્યારબાદ હાલમાં ગામમાં ચાલી રહેલા વિકાસલક્ષી કામોની પ્રગતિની જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકે સમીક્ષા કરવામાં આવી હતી.
વધુમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક દ્વારા બાકી રહેલા અને નવા સૂચવેલા કામોને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા માટેની ખાતરી આપવામાં આવી હતી.



