પગાર મંજૂર કરવાના બદલામાં લાંચ માંગવી ભારે પડી: સુરેન્દ્રનગરનો હેડ ક્લાર્ક એસીબીની જાળમાં

0
સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં લાંચ લેતા ઝડપાયેલા વર્ગ-૩ના કર્મચારીએ સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે. કચેરીના હેડ ક્લાર્ક વિજયભાઈ સોમાભાઈ પરમારને એસીબીએ ૩,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધા છે.
ફરિયાદી જાગૃત નાગરિક હોમગાર્ડ તરીકે તેમજ જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં આઉટસોર્સથી સરકારી વાહનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ગત અંબાજી મેળા દરમિયાન ફરિયાદીએ ડબલ શિફ્ટમાં ડ્રાઈવર તરીકે સેવાઓ આપી હતી. આ કામગીરીના બદલામાં તેમને ૩,૧૭૮ જેટલું માનદ વેતન મળવાપાત્ર હતું.
આ વેતન પોતે મંજૂર કરાવી આપ્યું હોવાનો દાવો કરી આરોપી હેડ ક્લાર્ક વિજયભાઈ પરમારે ફરિયાદી પાસેથી તેમાંથી ૩,૦૦૦ની લાંચ માંગી હતી. જોકે, ફરિયાદી પોતાની મહેનતના નાણાંમાંથી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત રાજકોટ એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
આથી ફરિયાદના આધારે એસીબી સુરેન્દ્રનગરના પી.આઈ. એમ.ડી.પટેલ અને તેમની ટીમ દ્વારા તા. ૧૯/૧૨/૨૦૨૫ના રોજ જિલ્લા હોમગાર્ડઝ કચેરીમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન જેવી લાંચની લેવડદેવડ થઈ કે તુરંત એસીબીની ટીમે વિજય પરમારને દબોચી લીધો હતો. રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી છે અને આરોપી વિરૂધ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top