સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલ કાનપુર ગામના પેટા આરોગ્ય કેન્દ્રની જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રની વિવિધ કામગીરી અને સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ત્યારે મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના વહીવટી અને તબીબી દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે દવાનો સ્ટોક રજીસ્ટર, એસ.બી.રજીસ્ટર, કેસ રજીસ્ટર અને કર્મચારીઓની નિયમિતતા જાણવા માટે હાજરી પત્રકની પણ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન દવાઓનો પુરવઠો પૂરતો છે કે કેમ અને દર્દીઓને અપાતી સારવારના રેકોર્ડ નિયમિત જળવાય છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિકે આરોગ્ય કેન્દ્રની એકંદર કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.



